લેખ



સ્ટોરી, એક સામાન્ય શિક્ષકમાંથી અસાધારણ ઇ-ટીચર બનવાની


સ્ટોરી, એક સામાન્ય શિક્ષકમાંથી અસાધારણ ઇ-ટીચર બનવાની
ખેતરોની વચ્ચે ગાય-ભેંસની ગમાણ નજીક બનેલી ધોરણ ચાર સુધીની સરકારી શાળા. બે શિક્ષક, ૧૦૦ વિદ્યાર્થી, પણ અભ્યાસ કમ્પ્યૂટર અને પ્રોજેક્ટર મારફતે થાય છે. આ અસાધારણ કામ કરી બતાવ્યું છે અહીંના શિક્ષક અનિલ સોનુને એ. તેમણે પોતાની મહેનત અને પૈસાથી ટીનની છત નીચે બનેલા રૂમોને ડિજિટલ વર્ગખંડમાં ફેરવી દીધા છે.

૩૨ વર્ષના અનિલને માઇક્રોસોફ્ટે ચાલુ વર્ષે ઇનોવેટિવ ટીચરના એવોર્ડથી સન્માનિત કર્યા છે. ચેકોસ્લોવાકિયાના પ્રાગ શહેરમાં ૨૧મી ડિસેમ્બરે તેમનું સન્માન કરાશે. જ્યારે આકાશ ટેબલેટ ડેવલપ કરનારી આઇઆઇટી મુંબઇએ તેમને મરાઠીમાં કન્ટેન્ટ બનાવવાનું કહેવામાં આવ્યું છે. અનિલે ભણાવવા માટે પોતાની વેબસાઇટ બનાવી છે અને જાતે કન્ટેન્ટ જોડે છે.

રસપ્રદ બાબત એ છે કે અનિલ ગ્રેજ્યૂએટ પણ નથી, કે નથી તેણે કમ્પ્યૂટર અંગે કોઇ કોર્સ કર્યો. તેમણે એજ્યૂકેશનમાં ડિપ્લોમા(ડીએડ) કર્યા પછી વર્ષ ૨૦૦૦માં મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં નિમખેડા કસ્બાની આ શાળામાં ૭,૦૦૦ના માસિક પગાર સાથે નોકરી શરૂ કરી હતી. પણ, પાંચમા ધોરણમાં ભણતી વખતે તેમને કમ્પ્યૂટર પ્રત્યે જિજ્ઞાસા જાગી હતી. નોકરી મળતાં જ તેમણે ૪૦ હજારની કિંમતનું એક ડેસ્કટોપ કમ્પ્યૂટર ખરીદ્યું હતું. તેના માટે તેમને દેવું કરવું પડ્યું હતું, પણ ત્યારે તેમના મગજમાં કમ્પ્યૂટર મારફતે વિદ્યાર્થીઓને ભણાવવાની લગની લાગી હતી.

જોકે, આ કમ્પ્યૂટરને તેઓ ક્લાસમાં લઇ જઇ શકતા નહોતા. આથી ચાર વર્ષ પછી તેમણે ૪૨,૦૦૦નું એક લેપટોપ ખરીદ્યું. તેના માટે ફરી લોન લેવી પડી. હવે તેઓ બાળકોને વિવિધ પ્રકારનાં ચિત્રો અને લઘુ ફિલ્મો બતાવીને અભ્યાસ કરાવે છે. તેમાં ભાષા અવરોધરૂપ બનતી હતી. બાળકો મરાઠીભાષી હતાં અને મોટાભાગના કન્ટેન્ટ અંગ્રેજીમાં હોય છે. તેમણે ઇન્ટરનેટથી માઇક્રોસોફ્ટ ફ્લેશ ટ્યૂટોરિયલ જેવી કેટલીક સોફ્ટવેર ડાઉનલોડ કરી મરાઠીમાં તૈયાર કરવાની શરૂઆત કરી.

આ પ્રોજેક્ટને 'ક્લાસમેટ’ નામ અપાયું. સોનુનેએ ૨૦૦૯માં 'બાળજગત’ વેબસાઇટ બનાવી. તેના પર ગણિત, મરાઠી અને અંગ્રેજીના પાઠ અપલોડ કર્યા. આ વેબસાઇટને ૮૯ દેશોમાંથી લગભગ છ લાખ હિ‌ટ્સ મળી. પછી તેમણે બાળજગત ડોટ કોમ ડોમેન ખરીદી લીધી.

દેશ-વિદેશમાંથી પુરસ્કાર મળ્યા

માઇક્રોસોફ્ટની તરફથી ૨૦૧૦માં સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં દુનિયાભરના પપ૦ પ્રાથમિક શિક્ષકોની કોન્ફરન્સમાં સોનુનેના ડિજિટલ ક્લારરૂમના વખાણ થયા. કમ્પ્યૂટર પત્રિકા ચિપ દ્વારા આયોજીત ઓનલાઇન પ્રતિયોગિતામાં તેમણે પ્રથમ ઇનામ મેળવ્યું. અહીંથી મળેલા પ્રોજેક્ટરને તેમણે પોતાના લેપટોપની સાથે જોડી સ્કૂલમાં ડિજિટલ ક્લાસરૂમ બનાવ્યો.
સોનુને કહે છે કે સરકારી શાળાઓમાં માત્ર જીવનનિર્વાહ માટે નોકરીએ આવનારા શિક્ષકો અને તેમની શિક્ષણની પદ્ધતિથી વિદ્યાર્થીઓ કંટાળી ગયા છે. આથી જ તેઓ શાળાએથી દૂર ભાગે છે. ડિજિટલ ક્લાસમેટ વિદ્યાર્થીઓને આકર્ષિ‌ત કરે છે. અમારે ત્યાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, ગણિત અને ભાષા જેવા તમામ વિષયોનો અભ્યાસ કમ્પ્યૂટર દ્વારા જ થાય છે. વિદ્યાર્થીઓને આ જ ડિજિટલ બોર્ડ પર ભણાવવામાં આવે છે. વિજ્ઞાનના સૂત્રો અને ગણિત સમજાવાય છે. ચિત્રોના માધ્યમતી ઇતિહાસની સફર કરાવાય છે. એનિમેશન મારફતે કવિતાઓ ભણાવાય છે.

આઇઆઇટી મુંબઇના પ્રોફેસર સમીર સહસ્ત્રબુદ્ધની સાથે મેઇલ પર સોનુનેની મુલાકાત

સહસ્ત્રબુદ્ધે તેના સાથી ડો. પી.પી. પાઠકની સાથે સોનુનેનો ડિજિટલ ક્લાસરૂમ જોવા માટે નિમખેડા આવ્યા હતા. તેમણે આ ક્લાસમેટની આઇઆઇટીના પ્રોજેક્ટમાં રોલ મોડેલના રૂપમાં નોંધ લીધી. સાથોસાથ, આકાશ ટેબલેટ પર બ્લોગ મારફતે રસપ્રદ સંદર્ભો એકત્રિત કરવાની જવાબદારી પણ તેમને સોંપી. સોનુને કહે છે કે હું દરેક વિદ્યાર્થીના હાથમાં ટેબલેટ આપવા માગું છું. ટેબલેટથી ગેમ્સ દૂર કરીને તેને સ્ટડી મટિરિયલથી અપડેટ કરીશું. શાળાના તમામ ટેબલેટ એક સર્વર સાથે જોડાયેલા હશે. કોઇ બ્લોગને વાંચવામાં પડતી મુશ્કેલીને શિક્ષક આસાનીથી સમજાવી શકશે.

ક્લાસમેટ શું છે?

કમ્પ્યૂટરને પ્રોજેક્ટર અને સ્પીકર સાથે જોડીને ડિજિટલ ક્લાસરૂમ બનાવ્યો છે. તેમાં સીડી ડ્રાઇવ, પેન ડ્રાઇવ પણ કનેક્ટ કરી શકાય છે. આ બોર્ડ ટચસ્ક્રીન છે. તેને ડિજિટલ પેન(લેઝર સેન્સર) અથવા વાયરલેસ કી-બોર્ડથી પણ ઓપરેટ કરી શકાય છે. તેમાં એક સાથે ૧૬ માઉસ કનેક્ટ કરી શકાય છે. વિશેષ બાબત એ છે કે આ ક્લાસમેટને નાનકડી બેગમાં રાખીને ગમે ત્યાં લઇ જઇ શકાય છે

No comments:

Post a Comment